મોરબી : મહાશિવરાત્રી નિમિતે સામાકાંઠે આવેલ પૌરાણિક શોભેશ્વર મહાદેવ મંદિરે સવારે 5 વાગ્યાથી ભાવિકોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી. બપોરે મહાપ્રસાદ પણ યોજાયો હતો. ઉપરાંત સાંજે શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા અહીં મહાઆરતી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.