મોરબી : મોરબીમાં આજે મહાશિવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ મધ્યે આવેલા સૂર્યમુખી હનુમાનજી મહારાજને આજે શિવરાત્રિ નિમિત્તે મહાદેવનો શણગાર કરવામાં આવ્યો છે. જેમાં મહાદેવના રૂપમાં હનુમાનજી નંદી પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપી રહ્યા છે. સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકોએ મહાદેવજીના રૂપમાં હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.