મોરબી : મોરબીમાં આવેલી વિશ્વકર્મા સોસાયટી નીલકંઠ સ્કૂલ સામે રવાપર રોડ મોરબીમાં વિશ્વેશ્વર મહાદેવના મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે આજે શિવરાત્રિના તા. 26-2-2025 ને બુધવારનાં શુભ દિવસે સોસાયટીનાં તમામ સભ્યો દ્વારા હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે.આ સિલ્વર જ્યુબિલી નિમિત્તે ભવ્ય પાટોત્સવ મહાદેવનો ઉજવવાનો છે. જેમાં સવારે 8 થી સાંજે 5 કલાક સુધી હવન ચાલશે. અને બંને ટાઈમ તમામ સભ્યોને જમવાનું સહ પરિવાર માટે આયોજન કરાયું છે. આં પ્રસંગે બગથળા નકલંક મંદિરનાં મહંત દામજી ભગત આશીર્વાદ આપવા માટે પધારશે. આ પાટોત્સવ મહાદેવનાં મંદિરની સામે મંડપ ઊભો કરીને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરાયું છે.