માતુશ્રી શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા (એ.સી.) હોલનું લોકાર્પણ, સ્વ.રસિકલાલ અનડકટ સેવાભવનનું લોકાર્પણ, પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશેમોરબી : મોરબીના જલારામ ધામ ખાતે આગામી 2 માર્ચ ને રવિવારે ફાગણ સુદ-3ના રોજ અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સવારે 6:30 કલાકે પ્રભાતધૂન, સવારે 9 કલાકે મહા ગાયત્રીયજ્ઞ, સાંજે 4 કલાકે એ.સી., જનરેટર, લીફ્ટની સુવિધાઓથી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા હોલનું લોકાર્પણ, સાંજે 4:30 કલાકે જલારામ ધામના કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો સન્માન સમારોહ, સાંજે 6:30 કલાકે સ્વ.રસિકલાલ અનડકટ (સ્થા.પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના) સેવા ભવનનું લોકાર્પણ, સાંજે 7 કલાકે મહાઆરતી, સાંજે 7:30 કલાકે મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાશે. માતુશ્રી શાંતાબેન એ.દોશી-ડો.કુસમબેન એ.દોશી અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કીરણભાઈ એ.દોશી, હિરેન્દ્રભાઈ એ.દોશી તથા દોશી પરિવારના હસ્તે કરવામાં આવશે. તેમજ સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ સંતો-મહંતો તથા અનડકટ પરિવારના હસ્તે કરાશે. જલારામ ધામ-મોરબી દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, શબવાહિની સેવા, વૈકુંઠરથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ, કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સેવા, મેડિકલ સાધનોની સેવા, દર માસે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહિતની સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવામાં આવે છે. ત્યારે જલારામ ધામ-મોરબી ખાતે 4000 સ્કેવર ફુટમાં એ.સી., લીફ્ટ, જનરેટરની સુવિધાઓ થી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનનુ લોકાર્પણ અષ્ટદશમ્ પાટોત્સવના દીવસે કરાશે. આ દરેક કાર્યક્રમમાં સમયસર પધારવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા જલારામ ધામ-મોરબી તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.