મોરબી : મોરબીના નવા ધરમપુર ગામ પાસે જેસીબી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર ચાલકને ઇજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં નાનજીભાઇ ખાનાભાઇ વાલેરા ઉ.વ-૬૪, ધંધો-નિવૃત, રહે-જુના ધરમપુર વાળાએ મોરબી તાલુકા પોલીસમાં જે.સી.બી નં- GJ-04-AP-0105ના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે ગત તા.22ના રોજ તેઓ નવા ધરમપુર ગામથી આગળ હનુમાનજીના મંદીર પાસે રોડ પર જતા હતા ત્યારે જેસીબી ચાલકે ગફલતભરી રીતે ખરાબામાથી રોડ ઉપર જેસીબી ચડાવીને તેઓની ક્રેટા કાર નં-GJ-36-F-9313ને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેઓને જમણા પગમા તથા પાસળીના ભાગે ફેકચર જેવી ગંભીર તથા શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે જેસીબી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.