મોરબી : મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયના શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ શાળાના ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા ઈ-બાઈક આપવામાં આવ્યા છે. જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ વિદ્યાલયના ટ્રસ્ટી ટી.ડી. પટેલે શાળાના બે શિક્ષકો મિલાપભાઈ શુક્લ અને અવનીબેન વાઢને તેમની શાળામાં શ્રેષ્ઠ કામગીરી માટે આજે ઈ-બાઈક ભેટમાં આપ્યા હતા.મહત્વનું છે કે, ટી.ડી. પટેલે કુલ 10 ઈ-બાઈક લીધા હતા જેમાંથી 6 બાઈક સુરતમાં, 3 બાઈક મોરબીમાં અને 1 બાઈક રાજકોટ ખાતે એમ કુલ 10 ઈ-બાઈક શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને આપ્યા છે.