મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી જિલ્લાના આમરણ પ્રખંડમાં ગતરોજ રામ મંદિર ખાતે ત્રિશુલ દિક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 10 બજરંગી ભાઈઓને ત્રિશુલ દિક્ષા આપવામાં આવી હતી.તા. 24-2-2025 ને સોમવારના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી જિલ્લાના આમરણ પ્રખંડમાં 10 બજરંગી ભાઈઓને ત્રિશુલ દિક્ષા આપવામાં આવી છે. આ સાથે જ એ પણ સંકલ્પ કરવામાં આવ્યો છે કે, નજીકના ભવિષ્યમાં આમરણ પ્રખંડમાં તથા મોરબી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ કરવામાં આવશે.