આ શખ્સે નશાની હાલતમાં અકસ્માત પણ સર્જાયો હોવાનું ખુલ્યુંમોરબી : રાજકોટ-મોરબી હાઇવે ઉપર નશાની હાલતમાં કાર સ્ટંટ કરીને જતા શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ આ શખ્સે અકસ્માત પણ સર્જાયો હોવાનું ખુલ્યુ છે. ટંકારા પોલીસે તેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના ડેમી ડેમ-2ના બારનાલા ઉપર સ્વીફટ કાર નંબર-GJ-36-AL-3047ના ચાલક જાવેદભાઇ ઇસ્માઇલભાઈ સૈચા ઉ.વ. 32 રહે. મોરબી રણછોડનગર સાઇબાબાના મંદિર પાસે વાળાએ નશાની હાલતમાં આઇસર ટ્રકના ઠાઠાના ભાગે અકસ્માત કરેલ હોય જે વાહન ચાલક આરોપીમેં પકડી લઈ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન જાણવા મળેલ હોય કે, વાહન ચાલક આરોપીના કબ્જા વાળી સફેદ કલરની સ્વિફટ કાર જેના રજી ને- GJ-36-AL-3047 વાળી રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં જોખમી રીતે ફોરવીલ કાર ચલાવીને જતો હોય, જેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઇરલ થયેલ હતો.