મોરબી : હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. દરરોજ લાખો લોકો ગંગા, જમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કરી રહ્યા છે. ત્યારે નદી સાફ સુથરી રહે તે માટે સફાઈ કર્મીઓ દિવસ-રાત ખડે પગે રહીને કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ સફાઈ કર્મીઓનું મોરબીના સામાજિક કાર્યકરોએ સન્માન કર્યું હતું.પ્રયાગરાજ મહાકુંભમાં ગયેલા મોરબીના સામાજિક કાર્યકર કાંતિલાલ એચ. કણસાગરા, હર્ષદભાઈ કે. વામજા અને ગિરધરભાઈ કે. અઘારાએ સફાઈ કર્મી ભાઈઓ-બહેનોને પુષ્પમાળા પહેરાવીને સન્માનિત કર્યા હતા.