મોરબી : આવતીકાલે તારીખ 26-2-2025 ને બુધવારના રોજ નવા કનેક્શનની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મુનનગર ફીડર વિસ્તારમાં સવારે 9 થી સાંજના 5 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2, 3 અને 4નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.