માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) ઉપવાસી આંદોલનકારીના સમર્થનમાં વિવિધ જિલ્લાના આગેવાનો 1 દિવસ પ્રતીક ઉપવાસ પર બેસવાના છે જે બાબતે સમસ્ત મિયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મહામંત્રી દ્વારા સંઘવાણી જુસબભાઈ કરીમભાઈ દ્વારા મોરબી મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આજે તા. 24-2-2025ના રોજ માળિયા (મિયાણા)ના શહેર તાલુકાના વણ ઉકેલ્યા પ્રાણ પ્રશ્નોને લઈને માળિયા (મિયાણા)ના સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈ ઉમરદીનભાઈ સંધવાણી સહિત અન્ય કાર્યકરો સાથે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેના સમર્થનમાં મિયાણા સમાજના જિલ્લા તાલુકા આગેવાનો, મોરબી, રાજકોટ, કચ્છ(ભુજ), સુરેન્દ્રનગર, જામનગર, ધ્રાંગધ્રા, વાંકાનેર, હળવદ, સુરાજબારી સહિતના આગેવાનો જાહેર સમર્થન આપી તા. 26-2-2025ના રોજ સવારે 9 થી સાંજના 5 કલાક સુધી મામલતદાર કચેરી સામે ઉપવાસી છાવણીમાં બેસેલા સામાજિક કાર્યકરને સમર્થન આપી પ્રતીક ઉપવાસ કરશે.