મોરબી : મોરબીના નવી પીપળી ખાતે આવેલા અમરનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે તારીખ 26 ફેબ્રુઆરી ને બુધવારના રોજ મહાઆરતી અને ધૂ-ભજનનો કાર્યક્રમ યોજાશે. મહાશિવરાત્રિના દિવસે બપોરે 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. જ્યારે રાત્રે 9 કલાકે ધૂન-ભજનનો કાર્યક્રમ યોજાશે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મ પ્રેમી જનતાને અમરનાથ મહાદેવ મંદિર તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.