હળવદ : હળવદ પોલીસ દ્વારા સુખપર ગામ પાસે ડેમ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૪નો કુલ ૨૫ ગુનાનો ઇંગ્લીશ દારુ અને બિયરની ૪૭૮૫ બોટલ કિ.રૂા.૮,૯૪,૪૩૧/- તથા દેશી દારૂના કુલ-૮૦ ગુનાનો લીટર -૭૪૭ કિ.રૂ ૧.૪૯,૪૦૦/- એમ કુલ રૂ.૧૦,૪૩,૮૩૧ના દારૂ ઉપર રોડરોલર ફેરવી તેનો નાશ કર્યો છે.