મોરબી : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને, ભીડ વ્યવસ્થાપન માટે, ઉત્તર મધ્ય રેલ્વેએ 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઓખા-બનારસ એક્સપ્રેસ ટ્રેનને આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02.2025 ના રોજ તેના નિર્ધારિત રૂટ વાયા કાનપુર-પ્રયાગરાજ-બનારસ ને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલ રૂટ વાયા કાનપુર-લખનૌ-બનારસ થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો પર નહીં જાય તેમાં પ્રયાગરાજ, જંઘાઈ અને ભદોહીનો સમાવેશ થાય છે. તેમ રેલવે વિભાગની યાદીમાં જણાવાયું છે.