7 કિમી દોડમાં મોરબી જિલ્લા પોલીસના બે જવાનો અવ્વલ નંબરે રહ્યાટંકારા : ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજ માનવ સેવાના 150 સ્વર્ણિમ વર્ષ અંતર્ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ ઋષિ બૌદ્ધોત્સવ અન્વયે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું . સાત કિલોમીટરની આ દોડમાં 75 દોડવીર જોડાયા હતા. આ મેરેથોન દોડ ચાર વિભાગોમાં યોજાઈ હતી. જેમાં પ્રથમ વિભાગમાં 15 થી 40 વર્ષના ભાઈઓ અને બહેનો બીજા વિભાગમાં 41 થી વધુની ઉંમરના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા આ મેરેથોન માટે દોડ સવારે 6:30 કલાકે રાજકોટ મોરબી હાઇવે આર્ય વિદ્યાલયમ્ની સામે જબલપુરના પાર્ટયાથી શરૂ થઈ ત્યાંથી જબલપુર ગામ માંથી પસાર થઈ જામનગર હાઇવેના ઈન્દ્રપ્રસ્થથી તાલુકા પંચાયત ચોકડીના દયાનંદ બ્રિજ અને મહાલય ગુરૂકુલ પહોચી હતી. આ મેરેથોનમાં ગુજરાત ભરમાંથી ઘણા દોડવીર ભાઈઓ બહેનોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેવા માટે પધાર્યા હતા. 15 વર્ષથી 40 વર્ષ સુધીના ભાઈઓમાં પ્રથમ નંબર - જગોદરા ઉદયભાઇ મોટા ખીજડીયા, દ્વિતીય નંબર - મેવાડા ધ્યેય ગીર સોમનાથ, તૃતીય નંબર - ભુતીયા વિજયભાઈ હરબટીયાળી રહ્યા હતા. 15 વર્ષથી 40 વર્ષ સુધીના બહેનોમાં પ્રથમ નંબર - ભૂત ભૂમિકા દુર્લભજીભાઈ મોરબી જિલ્લા પોલીસ, દ્વિતીય નંબર - વંશ ઝરણા નાનજીભાઈ ગીર સોમનાથ તેમજ વાજા ખુશી વેલજીભાઈ ગીર સોમનાથ, તૃતીય નંબર ઝાપડા જલ્પા બટુકભાઈ ટંકારા રહ્યા હતા. 40 વર્ષથી ઉપરના ભાઈઓમાં પ્રથમ નંબર - વિજયસિંહ ઝાલા ધ્રાંગધ્રા, દ્વિતીય નંબર - વિરમગામા અરવિંદભાઈ મોરબી જિલ્લા પોલીસ, તૃતીય નંબર - ઝાલા સહદેવસિંહ પ્રતાપસિંહ રવાપર નદી રહ્યા હતા. 40 વર્ષથી ઉપરના બહેનોમાં પ્રથમ નંબર - પાણ દક્ષાબેન ટંકારા, દ્વિતીય નંબર - હેતલબેન આંખઝા મોરબી, તૃતીય નંબર - ગોસ્વામી જિજ્ઞાસાબેન મોરબી રહ્યા હતા.