મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની 2 દિવસીય બેઠકનું સારંગપુરધામ બી.એ.પી.એસ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પુષ્પરાજસિંહ જાડેજાની વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના સહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે, પુષ્પરાજસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેર તથા ગ્રામ્યમાં અધ્યક્ષ તરીકે તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા અલગ અલગ ભગિની સંસ્થાઓમાં સંગઠનાત્મક કાર્ય કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે તેઓને આ નવી જવાબદારી મળતા ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.