શ્રીરામજીએ વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સમુદ્ર પાર કરીને રાવણ વધ કરીને વિજય મેળવ્યોમોરબી : સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓ અંગે જણાવવામાં આવ્યું છે. મહા મહિનાના વદ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. જો કોઇ મોટું કામ કરવાનું હોય તો આ તિથિએ વ્રત કરવાથી તે કામમાં વિજય મળી શકે છે.વિજયા એકાદશીનું વ્રત ભગવાન શ્રીરામજીએ પણ કર્યું હતું. આ અંગે કથા પ્રચલિત છે કે રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઇ ગયા હતાં. ત્યારે શ્રીરામ વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા જવાનું ઇચ્છતાં હતાં. તે સમયે સમુદ્ર પાર કરવાનો કોઇ ઉપાય મળી રહ્યો નહોતો. ત્યારે બકદાલભ્ય મુનિએ શ્રીરામને કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને દરેક કામમાં વિજય મળી શકે છે. ત્યારે શ્રીરામજીએ વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સમુદ્ર પાર કરીને રાવણ વધ કર્યો.વિજયા એકાદશીની વ્રત કથાત્રેતાયુગમાં શ્રી રામ જયારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઇ ઉપાય સુઝતો ન હતો. ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછયું હતું કેઃ “સુમિત્રાનંદન! આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય! આ અત્યંત અગાધ અને ભયંકર જળજંતુઓથી ભરેલ છે. મને એવો કોઇ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય.” લક્ષ્મણજી બોલ્યાઃ “હે પ્રભુ! આપ જ આ સૃષ્ટિના રચિયતા છો. આપનાથી શું છૂપુ છે ? અહીથી અડધો યોજન દૂર કુમારીદ્વછપમાં બકદાલભ્ય મુનિ રહે છે. આપ એ પ્રાચીન મુનિ પાસે જઇને એમને જ આનો ઉપાય પૂછો.” શ્રી રામ મુનિ બકદાલભ્યના આશ્રમે પહોચ્યા અને એમને પ્રણામ કર્યાં. મુનિએ પ્રસન્ન થઇને આગમનનું કારણ પૂછયું. શ્રી રામ બોલ્યાઃ “મુનિશ્ર્વર! હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું. હે મુનિ! હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને જણાવો.” મુનિશ્રી બોલ્યાઃ “હે રામ! મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં “વિજયા” નામની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી આપનો વિજય થશે. આપ ચોકકસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો. હે રામ ! આપ સેનાપતિઓ સાથે શાસ્ત્રોક્ત પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો. આમ કરવાથી આપનો વિજય થશે.” બ્રહ્માજી કહે છેઃ “નારદ! આ સાંભળીને શ્રીરામે મુનિના કથાનુસાર એ સમયે વિજયા એકાદશનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી શ્રીરામ વિજયી થયાં. એમણે સંગ્રામમાં રાવણને માર્યો. લંકા પર વિજય પ્રાપ્ત કર્યો. અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા.