મોરબી : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી) ખાતે આગામી તા. 8-3-2025ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ - 1988 અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138ના કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, મહેસૂલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આર.ના કેસો, હિન્દૂ લગ્ન ધારો, મજૂર અદાલતના કેસો, ટ્રાફિક ઈ-ચલણને લગતા પ્રી-લિટીગેશનના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મૂકી શકાય. આ ઉપરાંત ટ્રાફિક ઈ-ચલણને લગતા પ્રી-લિટીગેશનના કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં રાખવામાં આવેલ છે. અને જેના ઈ-ચલણના નાણાં એસ.પી.કચેરી મોરબી ખાતે તથા લોક અદાલતના દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીની કચેરીમાં ભરી શકશે. પક્ષકારોએ લોક અદાલતમાં વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તે જ અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.