મોરબી : મોરબીમાં સ્વયંભુ શ્રી શોભેશ્વર મહાદેવ મંદિર ગૃપ દ્વારા શક્તિચોક ગરબી મંડળના સૌજન્યથી તા. 26-2-2025ને બુધવારના રોજ સમાકાંઠા આવેલા શ્રી શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવસ દરમ્યાન ચાર પોરની આરતી, બપોરે 12 કલાકે મહાપ્રસાદ અને સાંજે 7:30 કલાકે ઢોલ ત્રાસા સહિત અન્ય વાજિંત્રોના સથવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.