બાકી વેરાને લઈને મહાપાલિકા એક્શન મોડમાં : એક મકાનનું નળ જોડાણ પણ કાપી નખાયુમોરબી : મોરબી કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા કડક કાર્યવાહી શરૂ આવી એક લાખથી વધુ વેરો બાકી હોય તેવી કોમર્શિયલ મિલ્કતો સામે કાર્યવાહી બાદ હવે રહેણાંક મિલ્કતોને પણ સીલ કરવાનું શરૂ કર્યું છે જે અન્વયે મહાપાલિકાએ 1.08 લાખની બાકી રકમ વસૂલવા શનાળા બાય પાસ ઉપર ગોકુલનગરમાં મિલ્કત સીલ કરી દેવાની સાથે રામેશ્વર સોસાયટીમાં એક મકાનનું નળ જોડાણ કટ્ટ કરી નાખ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગર પાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા કડક કાર્યવાહી શરૂ કરતા જ ફેબ્રુઆરી મહિનામાં મહાપાલિકાની આવકમાં વધારો થયો છે, ફેબ્રુઆરી માસ દરમિયાન કોર્પોરેશનને 2 કરોડ 44 લાખની આવક જમા થઈ છે. બીજી તરફ મહાનગર પાલિકાએ 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા 330 મિલ્કત ધારકોને નોટિસ ફટકારી સીલિંગની કાર્યવાહી શરૂ કરી છે જે અન્વયે અત્યાર સુધીમાં કુલ 09 કોમર્શિયલ મિલ્કતો સીલ કરવામાં આવ્યા બાદ શનિવારે કોર્પોરેશને પ્રથમ વખત જ રહેણાંક મિલ્કત સામે પન્ન સીલિંગ કાર્યવાહી કરી છે.જેમાં કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ રામેશ્વરનગર સોસાયટીમાં આર.આર.ગાંધી નામના અસામીએ બાકી નીકળતો રૂપિયા 1.08 લાખનો વેરો ભરપાઈ નહીં કરતા કોર્પોરેશને રહેણાક મિલ્કત સીલ કરી નાખ્યું હતું . આ ઉપરાંત મોરબીના બાયપાસ ઉપર આવેલ ગોકુલનગરમાં રહેતા ખેતાભાઈ દેવજીભાઈ પરમાર નામના અસામીએ બાકી નીકળતો 1,26,580 રૂપિયાનો વેરો ભરપાઈ ન કરતા કોર્પોરેશને તેમનું નળ જોડાણ કટ્ટ કરી નાખ્યું હતું.કોર્પોરેશને 15.44 કરોડની વેરા વસુલાત કરીમોરબી મહાનગર પાલિકાએ વેરા વસુલાતની કાર્યવાહી સઘન અને કડક બનાવતા ચાલુ વર્ષમાં કોર્પોરેશનને રૂપિયા 15.44 કરોડની આવક થવા પામી છે. ચાલુ ફેબ્રુઆરી માસમાં એક જ સપ્તાહમાં 98 લાખ સહિત 21 દિવસમાં કુલ રૂપિયા 2 કરોડ 44 લાખની આવક થઇ હોવાનું વેરા વસુલાત શાખાએ જણાવ્યું હતું.હવે 75 હજાર રૂપિયા બાકી હોય તેવા અસામીઓને નોટિસમોરબી મહાનગર પાલિકાએ પ્રથમ તબ્બકે રૂપિયા 1લાખથી વધુ વેરો બાકી હોય તેવા 330 અસામીઓને માંગણા નોટિસ ફટકારી કડક રીતે ઉઘરાણી શરૂ કરી સિલિંગનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે હવે બીજા તબ્બકે રૂપિયા 75 હજારથી વધુ રકમ બાકી હોય તેવા 200 થી વધુ અસામીઓની અલાયદી યાદી તૈયાર કરી નોટિસ ફટકારવાનું શરૂ કર્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.