વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે પ્રસુતાને પ્રસવ પિડા થઈ હોય વાંકાનેર 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી 108ની ટીમ અગાભી પીપળીયા ગામે પહોંચી હતી. જ્યાં ભૂરીબેન વિજયભાઈ બાંભણિયા નામના પ્રસ્તુતાને 108 મારફતે વાંકાનેર હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. વાંકાનેર હોસ્પિટલથી મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ નોર્મલ ડિલિવરી થઈ હતી. હાલ માતા અને બાળક તંદુરસ્ત છે. વધુ સારવાર માટે માતા અને બાળકને મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ કામગીરીમાં ડો. રામાણી, EMT હિતેશ ભરવાડ અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા જોડાયા હતા.