ટંકારા : ટંકારામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રીફળના અદભુત શિવલિંગ દર્શન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે તારીખ 23 ફેબ્રુઆરી ને રવિવારથી પ્રારંભ થઈ ચુક્યો છે. આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી ને બુધવાર સુધી શિવપિતાની 89મી ત્રિમૂર્તિ શિવજયંતીના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ટંકારાના લતીપર રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ-3 ખાતે શ્રીફળના અદભુત શિવલિંગ દર્શનનું આયોજન કરાયું છે. સાથે જ સાંજે 7 કલાકે મહાઆરતી પણ યોજાશે. તો આ દર્શન અને મહાઆરતીનો લાભ લેવા સૌને સહપરિવાર પધારવા ઈશ્વરીય નિમંત્રણ પાઠવાયું છે.