મોરબી : મોરબીમાં સિટી એ ડિવિઝન પોલિસ દ્વારા ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુનો આચરનાર શખ્સને પાસા હેઠળ અટકાયત કરી જેલહવાલે કરવામાં આવ્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુનાઓમાં પકડાયેલ વિશાલભાઈ બચુભાઈ ગોગરા રહે. કોયલી (ગજડી) વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામાં આવી હતી. જે અન્વયે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય આ શખ્સને જિલ્લા જેલ ભાવનગર ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે.