મોરબી : મોરબીમાં ગૌશાળાના લાભાર્થે લીલાપર રોડ ખાતે આવેલા શ્રી પાંજરાપોળ વાળા મેલડી માતાજી ગૃપ પાંજરાપોળ દ્વારા તા. 2-3-2025ને રવિવારના રોજ શ્રી પાંજરાપોળ મેલડી માતાજીનો પંચનો માંડવો યોજાશે. આ માંડવામાં તા. 1-3-2025ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે માતાજીની બેઠક, તા. 2-3-2025ને રવિવારના સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સાંજે 4 કલાકે માતાજીનું ફુલેકુ, સાંજે 6 કલાકે લીલાપર રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે મહાપ્રસાદ તથા તા. 3-3-2025ને સોમવારના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ માંડવામાં સિદીબાપાની મેલડી માતાજી કલમના ભુવા હકાભાઈ જાગાભાઈ ઝાપડા, રાવળદેવ હરેશભાઈ પનારા (ટંકારાવાળા), રાવળદેવ વિમળભાઈ પનારા (ટંકારાવાળા) માતાજીની આરાધના કરશે. આ માંડવામાં જે કાંઈ પણ ફાળો થશે તે ગૌશાળાની ગાયોના ઘાસચારામાં વાપરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.