વાંકાનેર : વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને વિજ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય અને તર્ક શક્તિ, કલ્પના શક્તિ તેમજ સમજ શક્તિનો વિકાસ થાય તે હેતુથી વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં 24 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનાનું આયોજન કરવામાં આવ્યું છે.આ જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણો જેવા કે 1. પ્રત્યક્ષ ચૂંટણી પ્રક્રિયા, 2. પ્રત્યક્ષ બેન્કના કાર્યની પ્રક્રિયા, 3. મોબાઈલના દુરુપયોગથી થતી અસરોની જાણકારી, 4. ટ્રાફિક લાઈટની જાણકારી, 5. વેસ્ટ માંથી બેસ્ટ, પ્લાસ્ટિક રીયુઝ, 6. ભાષા વિભાગ જેમાં અલગ અલગ પ્રકારના ઉપયોગી પુસ્તકોનો પુસ્તક પરિચય, 7. ચલણી નોટનું પ્રદર્શન, 8. ચંદ્રયાન 3, 9. જળસંચય મોડલ 10. હૃદય મોડલ, 11. ફેફસા મોડલ, 12. પોસ્ટ વિભાગના કાર્યો, 13. સંસ્કૃતિ પરિચય, 14. વિજ્ઞાન અને ટેકનોલોજી પરિચય, 15. અદ્રશ્ય સંદેશો, 16. સોલાર સિસ્ટમ, 17. વિવિધ પોષક તત્વો વિટામિન્સની જાણકારી, 18. ફોટો બુથ સેલ્ફી પોઈન્ટ, 19. ભારતની પ્રખ્યાત બ્રાન્ડના માર્કો પરિચય, 20. અંગ્રેજી ભાષા પ્રોજેક્ટ, 21. ગુજરાતી ભાષા પ્રોજેક્ટ, 22. હિન્દી ભાષા પ્રોજેક્ટ, 23. આપણી નાની પણ અગત્યની ગાણિતિક સમસ્યાનું સમાધાન, 24. હકારાત્મક નકારાત્મક વિચાર દર્શાવતો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન નિહાળવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.