મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં છાસવારે શ્વાનના આંટાફેરા જોવા મળતા હોય છે. લેબથી માંડી ઇમરજન્સી સહિતના વિભાગોમાં શ્વાન આમથી તેમ રખડતા હોય છે. ત્યારે આ દ્રશ્ય એક દર્દીના સગાએ કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યું છે. સિવિલ તંત્ર થોડી તકેદારી રાખી શ્વાનોને હોસ્પિટલની અંદર ન આવવા દયે તેવી દર્દીના પરિવારજનોએ માંગ ઉઠાવી છે.