સૌપ્રથમવાર હોલોગ્રાફિક શિવલિંગ દર્શન અને સતયુગી દુનિયાના ઝાંખી દર્શન મોડેલ નિહાળી શકાશેહળવદ : બ્રહ્માકુમારીઝ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 89મી શિવ જયંતી એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે એક સાથે અનેક શિવલિંગના દર્શન દ્વારા પરમપિતા પરમાત્મા શિવની દિવ્ય અનુભૂતિ અર્થે વિશેષ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ વાર હોલોગ્રાફિક શિવલિંગ દર્શન, આવનાર સત્યુગી દુનિયાના ઝાંખી દર્શન મોડેલ, શિવ આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શનની, અન્ય આકર્ષણોમાં 10 ફૂટ ઊંચા મીરર શિવલિંગ દર્શન અને 5 ફૂટ ઊંચા ગોલ્ડન શિવલિંગ દર્શન, અમરનાથ દર્શન થઈ શકશે. તારીખ 25 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8:00 થી રાત્રિના 8 સુધી હળવદના શરણેશ્વર રોડ પર તળાવ પાસે આ આયોજન કરવામાં આવ્યું છે. બંને દિવસ સાંજે 6:30 કલાકે મહાઆરતીનો પણ લાભ લેવા જણાવાયું છે. જ્યારે તારીખ 27 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી સાંજે 4 થી 6 અને રાત્રે 8 થી 10 ગીતા વર્ણન, રાજયોગ મેડીટેશન શિબિર પણ યોજાશે જેમાં ઉપસ્થિત રહેવા રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે.