માળીયા (મિ) : માળીયા (મિ) નજીક ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપરથી બોલેરો ગાડીમાં દયનિય હાલતમાં 7 પશુ ભરી નીકળતા બે શખ્સોને માળીયા (મિ) પોલીસ દ્વારા પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા પોલીસ માળીયા (મિ) ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપર આવતા એક સફેદ કલરની બોલેરો ગાડી નં. જી.જે.12સીટી.8399 ના ઠાઠામાં નાના મોટા 7 પશુને દયનિય હાલતમાં ભરી ક્રૂરતા પૂર્વક રાખી ઘાસચારા અને પાણીની વ્યવસ્થા પણ ન રાખી પશુઓને યાતના પહોંચે એ રીતે ભરીને જતા આરોપી અનવરભાઈ અબ્દુલેમાન શેખ (ઉ.વ.29) અને સકલીન હાજીરાયધણ જત (ઉ.વ.25)ની અટકાયત કરી પ્રાણી પ્રત્યે ક્રૂરતા અધિનિયમની કલમ 11(1)(ડી).(ઇ).(એચ) તથા જી.પી.એક્ટ કલમ 119 મુજબનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.