મોરબી : મોરબીના રફાળેશ્વર ખાતે આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે તા. 26-2-2025 ને બુધવારના રોજ પાંચીયા પરિવાર દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રફાળેશ્વર ગામના સ્વ. ખોડાભાઈ જગાભાઈ પાંચીયા તથા સમસ્ત પાંચીયા પરિવાર દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવનગજની ધજા ચડાવવામાં આવશે. આ પાવન પર્વ નિમિત્તે સ્વ. ખોડાભાઈ પાંચીયાના નિવાસ સ્થાનેથી પરંપરાગત રીતે સવારે 7 કલાકે મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારે આ શોભાયાત્રામાં જોડાવવા પાંચીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.