વઘાસીયા પ્રાથમિક શાળામાં ધો.4માં અભ્યાસ કરતી મેહવિસ રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં મધ્ય ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશેમોરબી : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓઓની કચેરી દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત સુરેન્દ્રનગર ખાતે તા.17-18-19-2-2025ના રોજ મધ્ય ગુજરાત પ્રદેશકક્ષાના કલામહાકુંભ- 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મૂળ રાણેકપર ગામની વતની, વાંકાનેરના વઘાસીયા ખાતે વઘાસીયા પ્રાથમિક શાળામાં ધોરણ-4માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસ ફિરોઝભાઇએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર મેળવી પરિવાર, શાળા, વાંકાનેર તાલુકા તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.મેહવિસના માતા આયશાબાનુ વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે તથા પિતા ફિરોઝભાઈ કલેકટર કચેરી, મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. મેહવિસ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં મધ્ય ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ તા. 30-1-2025ના રોજ DIET , રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર-1 ઝોન કક્ષા વાર્તા સ્પર્ધામાં મેહવિસએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જે અન્વયે આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર વાર્તા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-1 ઝોનનું પણ પ્રતિનિધિત્વ કરશે.