મોરબી : હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે મોરબી માળિયા વિધાનસભા મતવિસ્તારના મતદારોએ વિધાનસભા ગૃહ અને ગૃહની કાર્યવાહી રૂબરૂ જઈને જોવી હોય તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની એક યાદીમાં જણાવાયું છે કે, મોરબી-માળિયાના વિદ્યાર્થીઓ અથવા મતદાર મિત્રો જો ગૃહની મુલાકાત લેવા ઈચ્છતા હોય તો તેમણે ધારાસભ્ય અથવા તેમના કાર્યાલયનો સંપર્ક કરવો. વિધાનસભા ગૃહના પ્રવેશ અને ભોજનની વ્યવસ્થા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવશે. જે દિવસે ગૃહની કાર્યવાહી નિહાળવા જવાનું હોય તેની જાણ અગાઉથી કરવી. જાણ કરવા માટે વિશ્વાસ જોષી (મો.નં. 9979613433) ભુપેન્દ્રભાઈ રાઠોડ (મો.નં. 9687150005)નો સંપર્ક કરવા જણાવાયું છે. ગાંધીનગર મુકામે ક્વા. નં. 1/2, સદસ્ય નિવાસ, સેક્ટર 21, ગાંધીનગર મુકામે પહોંચવા પણ જણાવાયું છે.