મોરબી : મોરબીના ઉમિયા સર્કલે રાષ્ટ્રધ્વજ ફરી ખંડિત થયો છે. થોડા સમયે ભારે પવનને કારણે આ રાષ્ટ્રધ્વજ ખંડિત થઈ જતો હોય, હાલ અહીં રાષ્ટ્રધ્વજ બદલવામાં આવે તેવી મહાપાલિકાને રજુઆત પણ કરવામાં આવી છે. તાકીદે મહાપાલિકા દ્વારા આ ખંડિત રાષ્ટ્રધ્વજ ઉતારી નવો રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવે તેવી માંગ ઉઠી છે.