મોરબી : દુરદર્શન નેશનલ ટીવી ચેનલ પર પ્રકાશિત થઈ રહેલી સરદાર ધ ગેમ ચેન્જર ટીવી સિરિયલમાં મોરબીના સાત વર્ષના ઝિયાન ગોસ્વામીએ બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.ઝિયાન ગોસ્વામીએ સરદાર ધ ગેમ ચેન્જર ટીવી સિરિયલમાં સરદાર પટેલના પૌત્ર તરીકેની ભૂમિકા ભજવી છે. આ સિરિયલમાં રોલ મળવા બદલ ઝિયાન ગોસ્વામીને તેમના દાદા ભરતગીરી, દાદી ભાવનાબેન, પપ્પા હાર્દિકગીરી અને માતા નિકિતાબેન સહિતના પરિવારજનો અને સગાસંબંધીઓ તરફથી શુભેચ્છા મળી રહી છે. દર્શકો પણ ઝિયાનની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે.