રોડ ઉપરથી 30 જેટલી શાકભાજી સહિતની લારીઓને હટાવી ફરીથી ન રાખવા તાકીદ કરાઈમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા રોડને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મહાપાલિકાએ અવની ચોકડી અને બાપા સીતારામ ચોકથી લારીવાળાઓને હટાવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દબાણ હટાવ શાખા પણ સક્રિય રીતે વિવિધ વિસ્તારોમાં રોડને નડતરરૂપ દબાણો દૂર કરી રહી છે. જે અન્વયે દબાણ હટાવ શાખાએ આજે અવની ચોકડી અને બાપા સીતારામ ચોક ખાતેથી શાકભાજી સહિતની 30 જેટલી લારીઓને ત્યાંથી હટાવી હતી. ઉપરાંત ફરીથી અહીં લારી ન રાખવાની તાકીદ પણ કરી હતી. આ વેળાએ રૂ. 3200 જેટલો દંડ પણ ફટકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.