રૂ.41 લાખના ખર્ચે નગરનાકાથી મેઈન બજારનો રોડ, હાઈવેથી પટેલ નગરનો રોડ, હાઈવેથી એમ.ડી. સોસાયટી રોડ અને હાઈવેથી લક્ષ્મીનારાયણ સોસાયટી રોડનું કામ શરૂટંકારા : ટંકારામાં નગરપાલિકા કાર્યરત થતા જ વિકાસકામોનો ધમધમાટ શરૂ થયો છે. શહેરના ચાર માર્ગોનુ રિસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. રૂ.41 લાખના ખર્ચે આ કામ હાથ ધરવામાં આવશે. આ ખાતમુહૂર્ત વેળાએ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ટંકારાને ગ્રામ પંચાયતમાથી નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ તમામ લિગલ પ્રકિયા આટોપી નવા વિકાસના કામોને વેગ આપવા માટે ટંકારા ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાની આગેવાની હેઠળ વિકાસનો બ્લુપ્રન્ટ નકશો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રોડ રસ્તા, જાહેર શૌચાલય, બગીચા, પાણી સંપ પ્લાન્ટ, ફાયર બ્રિગેડ સહિતની અન્ય તમામ માળખાકીય સુવિધાઓ માટે માતબર રકમની ગ્રાન્ટ સરકારમાથી અપાવી છે.આજે ટંકારા શહેરના ચાર માર્ગ જેમાં નગરનાકાથી મેઈન બજારનો રોડ, હાઈવેથી પટેલ નગરનો રોડ, હાઈવેથી એમ.ડી. સોસાયટી રોડ, હાઈવેથી લક્ષ્મીનારાયણ સોસાયટી રોડનું આજ રોજ ખાતમુહૂર્ત કરી વિકાસ કામના શ્રી ગણેશ કરાયા હતા. આ રોડના કામ રૂ.41 લાખના ખર્ચે થશે.આગામી દિવસોમાં જે 14 રોડ મંજુર થયા છે. તેંટેન્ડર પ્રક્રિયા હેઠળ છે ઉપરાંત 14 જેટલા જાહેર શૌચાલયના કામો ગણતરીના દિવસોમાં શરૂ કરવા માટે પ્રકિયા ચાલુ છે.આજના આ કાર્યક્રમમાં ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયા, માર્કેટ યાર્ડના ચેરમેન ભવાન ભાગિયા, ચિફ ઓફિસર ગિરીશ સરૈયા ઈજીન્યર વિવેક ગઢીયા, અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી, કેશુભાઈ રૈયાણી, જીલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, ભાજપના અગ્રણી પ્રભુભાઈ કામરીયા, દિનેશભાઈ વાધરિયા, રશિક દુબરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ, તાલુકા પંચાયતના દંડક સલિમભાઈ અબ્રાણી, રમેશકુમાર કૈલા સરપંચ એશોએશિયન પ્રમુખ મહેશભાઈ લિખિયા, ગણેશભાઈ નમેરા, પ્રવીણ લો, ભાવેશ કાનાણી, મહિલા મોરચામાથી સોનલબેન બારૈયા, રંજનબેન મેરા અને હર્ષિદાબેન અગ્રાવત, વિરવાવ ગામના ઉપસરપંચ ગણેશપર ગામના સરપંચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.