મોરબી : મોરબીમાં અવની ચોકડી અને બાપા સીતારામ ચોક વચ્ચે સુભાસનગર સોસાયટી પાછળ રોડની સાઈડમાં 6 ફૂટથી પણ મોટો વિશાળકાય ખાડો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસથી આ ખાડો છે. આ ખાડો ઊંડો પણ ઘણો છે. રાત્રીના સમયે કોઈ જીવલેણ અકસ્માત સર્જાઈ તે પૂર્વે મહાપાલિકા તાકીદે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.