મોરબી : આજ રોજ મોરબી મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા રવાપર સી.આર.સી.ની બોરિયાપાટી અને તેજાણી (મે) પ્રાથમિક શાળામાં શાળા સલામતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો અને સ્ટાફને આગ અને કુદરતી આપતિના સમયમાં સલામતિના પગલા વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ બાળકોને લાઈવ ડેમો આપી અને તમામ પ્રકારની સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બોરિયાપાટી શાળાના આચાર્ય અજીતભાઈ મોરડીયા, તેજાણી શાળાના આચાર્ય જયેશભાઈ કલોલા અને રવાપર સી.આર.સી. ભરતભાઈ મોઢવાડીયાએ જહેમત ઉઠાવી હતી.