ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર માન્યોમોરબી : વર્ષ 2024-25 દરમ્યાન ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં નવી કૃષિ કોલેજ મંજુર થઈ હતી. જેના અનુસંધાને વર્ષ 2025-26ના બજેટમાં મોરબી જિલ્લામાં નવી કૃષિ કોલેજના ભવન માટે તેમજ બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ અને મહેકમ માટે રૂપિયા 13.84 કરોડની મંજૂરી આપવામાં આવી છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ અગાઉ આ અંગે ગુજરાત સરકારને રજુઆત કરી હોય, જે રજુઆત ફળતા તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. આ કૃષિ કોલેજનું નવું ભવન બનતા મોરબી જિલ્લામાં ખેડૂતો તથા વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી બનશે. તેમ તેઓએ જણાવ્યું છે.