ગરબા, ચિત્ર, એકપાત્રીય અભિનય અને ગિટાર જેવી સ્પર્ધામાં મોરબી જિલ્લાના સ્પર્ધકો મોખરેમોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કલાકારોની પ્રતિભાને ખીલવવા માટે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબીમાં જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી કલાકારોએ મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાએ ભાગ લઈ અલગ અલગ 16 સ્પર્ધામાં મોરબીના કલાકારો વિજેતા બન્યા છે. જેમાં ચિત્રકલા સ્પર્ધામાં 15 થી 20 વર્ષ કેટેગરીમાં યશ્વી મુકેશભાઈ પરમારે પ્રથમ, હળવું કંઠ્ય સંગીતમાં 6 થી 14 વર્ષમાં ત્રિવેદી અનેરીએ દ્વિતીય, વક્તૃત્વ સ્પર્ધામાં 6 થી 14 વર્ષમાં માથકિયા મહેવીશે પ્રથમ, વક્તૃત્વ સ્પર્ધામાં 15 થી 20 વર્ષ કેટેગરીમાં ધામેચા દિશાએ દ્વિતીય, ગઝલ શાયરીમાં 15 થી 20 વર્ષમાં કોટડીયા રાધિકાએ પ્રથમ, નિબંધ સ્પર્ધામાં 15 થી 20 વર્ષમાં ભૂત શિવાનીએ દ્વિતીય, રાસ સ્પર્ધામાં 6 થી 14 વર્ષમાં સાર્થક વિદ્યામંદિરે દ્વિતીય, લોકવાર્તા 6 થી 14 વર્ષમાં લિખિયા શ્રીનાએ દ્વિતીય, એકપાત્રીય અભિનયમાં 6 થી 14 વર્ષમાં ખાંટ શિયાએ પ્રથમ, વાંસળી વાદન સ્પર્ધામાં 21 થી 59 વર્ષ કેટેગરીમાં જીલરીયા હરસુરે તૃતીય, ગિટાર વાદનમાં 15 થી 20 વર્ષમાં હર્મન શેઠે પ્રથમ, ભરતનાટ્યમ 6 થી 14 વર્ષમાં જાન્વી ચોકસીએ પ્રથમ, ભરતનાટ્યમ 15 થી 20 વર્ષમાં કોટેચા ખનકે દ્વિતીય, ગરબામાં 6 થી 14 વર્ષમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ, ગરબામાં 15 થી 20 વર્ષમાં સાર્થક વિદ્યામંદિરે દ્વિતીય, ગરબા 21 થી 59 વર્ષમાં પટેલ મનીષાબેન & ગ્રુપે તૃતીય નંબર મેળવ્યો છે. આમ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનારા કલાકારો રાજ્યકક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા સૌ કલાકારોને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.