ટંકારા : તાલુકાના નેસડા (ખાનપર) ગામે હનુમાન ગ્રાઉન્ડમાં યોજાયેલી રામચરિત માનસ રામ પારાયણ કથા અને 108 કુંડ શ્રીરામ ચરિત માનસ હોમાત્મક નવાન્હ પારાયણ મહાયજ્ઞને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.મહત્વનું છે કે, 15 નવેમ્બર 2024થી નવ દિવસ સુધી નેસડા (ખાનપર) ગામે રામચરિત માનસ રામ પારાયણ કથા અને 108 કુંડ શ્રીરામ ચરિત માનસ હોમાત્મક નવાન્હ પારાયણ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેને સૌથી લાંબા વૈદિક મહાયજ્ઞ તરીકે ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ એવોર્ડ મળતા નેસડા (ખાનપર) ગામનું ગૌરવ વધ્યું છે.