મોરબી : વિશ્વ સમરસતા દિવસ નિમિત્તે મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયાએ સફાઈ કામદારોને ફૂલહાર પહેરાવી મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી.20 ફેબ્રુઆરીના રોજ વિશ્વ સમરસતા દિવસ નિમિત્તે મોરબી વાલ્મિકી સમાજના લોકો જે સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યા છે તેઓને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા તેમજ તેમના પત્ની અને પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન શિરોહીયા દ્વારા ફૂલહાર પહેરાવી પેંડા ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા અને વિશ્વ સમરસતા દિવસની શુભકામના પાઠવી હતી.