મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા મોરબી જિલ્લા વિસ્તારમાં નાર્કોટિક્સની બદીઓ દૂર કરવા માટે અને ડ્રગ્સ અંગે જાગૃતતા લાવવા તા. 20-2-2025ના રોજ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, તા. 20-2-2025ના રોજ મોરબી શહેરમાં આવેલી પી.જી.પટેલ કોલેજમાં એસ.ઓ.જી. ટીમના પો. સબ. ઇન.એમ.એસ. અંસારી તેમજ એ.એસ.આઈ. ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી તથા પોલીસ કોન્સ. આશિફભાઈ રાઉમા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્યો અને શિક્ષકોની ઉપસ્થિતિમાં નાર્કોટિક્સ માદક પદાર્થની ઉત્પત્તિ તથા તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી તથા ડ્રગ્સના સેવનથી માનવ જીવન ઉપર થતી આડ અસરો તથા આવી પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવ્યે લગત એજન્સીને કેવી રીતે માહિતી આપવી તેવી સમજ અંગે PowerPoint Presentation દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કુલ 47 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા.