મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ સ્પર્ધામાં ન્યુએરા ગ્લોબલની વિદ્યાર્થીની ધાર્મી ચંદ્રેશભાઈ મહેતાએ ઓરગન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જે બાદ ઝોનલ કક્ષાએ ઓરગન સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારે હવે ધાર્મી મહેતા મોરબી જિલ્લામાંથી રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. ધાર્મીએ આ સિદ્ધિ મેળવી ન્યુએરા સ્કૂલ અને પરિવારનું મોરબી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.