મોરબી : રાજ્યના નાણામંત્રી દ્વારા આજે વિધાનસભામાં વર્ષ 2025 -26નું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં ખાતાવાઇઝ કરાયેલી ફાળવણી નીચે મુજબ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૬૮૦૭ કરોડની જોગવાઇ● પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૨ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે ₹૭૧૭ કરોડની જોગવાઇ.● પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે ₹૫૨૦ કરોડની જોગવાઇ.● વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે ₹૧૫ લાખની લોન ૪%ના દરે આપવામાં આવે છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૧૦૦ કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૮૦ કરોડની જોગવાઇ.● સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ ૯માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની તેમજ આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૨૫ હજાર વિદ્યાર્થિનીઓને અને અનુસૂચિત જાતિની ૧૩,૬૦૦ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે ₹૮૪ કરોડની જોગવાઇ. ● નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર રચાયેલ બાલવાટિકામાં અભ્યાસ કરનાર અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૨ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.● દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹૬૦ કરોડની જોગવાઇ.● દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના હેઠળ કુલ ₹૧૭૦ કરોડની જોગવાઇ.● તમામ જાતિ-વર્ગના છાત્રો એક જ છત હેઠળ રહે એ અભિગમથી જુદા જુદા ૧૦ જિલ્લાઓમાં ૯ સમરસ કન્યા અને ૧૧ સમરસ કુમાર છાત્રાલયો બનાવવા માટે ₹૮૩ કરોડની જોગવાઇ. જેનાથી અંદાજે વધારાના ૧૩ હજાર કુમાર-કન્યા છાત્રોને લાભ થશે.● ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી યોજનાના આશરે ૭૦ હજારથી વધુ લાભાર્થીઓ માટે ₹૮૩૧ કરોડની જોગવાઇ. ● અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬% વ્યાજ સબસીડી આપવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.● વિભાગની આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત ૨૧૫૦૦ લાભાર્થીઓને અપાતી મકાન સહાયમાં ₹૫૦ હજારનો વધારો કરવામાં આવે છે. જે માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૧૨૦ કરોડની જોગવાઇ● અંત્યોદયની વિચારધારાને વરેલી અમારી સરકાર, વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં આગામી પાંચ વર્ષમાં ₹૧ લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં ₹૬૯,૮૮૨ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. અને આ વર્ષે અંદાજિત ₹૩૦,૧૨૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. ● સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹૯૧૨ કરોડની જોગવાઇ.● અંદાજે ૩ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા ₹૭૫૫ કરોડની જોગવાઇ.● ૬૬૪ આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે ૧ લાખ વિધાર્થીઓ માટે ₹૫૪૭ કરોડની જોગવાઇ.● ૧૭૬ સરકારી છાત્રાલયો અને ૯૨૧ ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત ૭૦ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૩૧૩ કરોડની જોગવાઇ.● દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૩૩ કરોડની જોગવાઇ.● રાજ્યમાં ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, ૪૩ ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા ૭૪ આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ ૧૬૭ નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે ૪ નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૪૦ હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ ₹૨૮૫ કરોડની જોગવાઇ. ● પ્રિ મેટ્રીકના આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹૧૬૦ કરોડની જોગવાઇ.● ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં અંદાજે ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૧૦૮ કરોડની જોગવાઇ.● વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી ૩૩ હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા ₹૧૫ કરોડની જોગવાઇ.● મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ.● મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૨ કરોડની જોગવાઇ.● મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.● સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ ₹૮૭ કરોડની જોગવાઇ.● કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ.● આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા ₹૭ કરોડની જોગવાઇ.● આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે ₹૯૯ કરોડની જોગવાઇ.● યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક-યુવતીઓ સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બેન્ક ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટે ₹૭૪ કરોડની જોગવાઇ.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૭૮૨ કરોડની જોગવાઇ● સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને સુદ્રઢ કરવા ₹૨૦૬ કરોડની જોગવાઇ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે ₹૭૩ કરોડની જોગવાઇ. ● શ્રમિક બસેરા યોજના માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ. ● ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ₹૧૨૨ કરોડની જોગવાઇ. ● શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૯૦ કરોડની જોગવાઇ. ● બાંધકામ શ્રમિકોને કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી મારફતે કૌશલ્ય વર્ધન તાલીમ આપવા ₹૭૫ કરોડની જોગવાઇ.● સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઈપેન્ડના હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થી દીઠ માસિક ₹૫૦૦ કરવામાં આવે છે. જેના માટે ₹૭૦ કરોડની જોગવાઇ.● ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત ₹૫૦ કરોડની જોગવાઇ. ● સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની પ્રાયોગિક તાલીમ, અદ્યતન મશીનરી અપગ્રેડ કરવા માટે ₹૪૨ કરોડની જોગવાઇ.● કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી ખાતે ક્ષમતા નિર્માણ અને તાલીમ માટે ₹૪૦...