મોરબી : મોરબીમાં સબ રજીસ્ટ્રાર કચેરી હાલ લાલબાગ સેવા સદન ખાતે કાર્યરત છે. જેની હવે નવી અલાયદી કચેરી બનશે. આ માટે રાજ્ય સરકારના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મહેસૂલ વિભાગ માટે કુલ રૂ.૫૪૨૭ કરોડની જોગવાઇ કરાઈ છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગર ખાતે નવી કલેક્ટર કચેરી અને વેરાવળ, પોરબંદર, દ્વારકા, ભચાઉ, વઢવાણ, બાયડ, આંકલાવ, સોજીત્રા, નડિયાદ, લુણાવાડા, જલાલપોર, સાગબારા અને ઉમરપાડા ખાતે નવા મહેસૂલી ભવનોના બાંધકામ, અંજાર-કચ્છ અને ઊંઝા-મહેસાણા ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની નવી કચેરીઓના બાંધકામ અને અમદાવાદ શહેર, સાણંદ, દેત્રોજ, રાધનપુર, રાજકોટ શહેર, લોધિકા, મોરબી, અંકલેશ્વર અને ઉમરગામ ખાતે નવી સબ-રજીસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે રૂ. ૬૬ કરોડની જોગવાઇ કરાઈ હોવાનું નાણામંત્રીએ જાહેર કર્યું છે.