મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબી અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે 20 ફેબ્રુઆરીના રોજ મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કવિ સંમેલનમાં કવિ વિશાલ પારેખ, શૈલેષ કાલરીયા તેમજ ડો. રેખા શાહ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય દંગી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત કવિગણે બે સત્રમાં પોતાની ઉત્તમ કવિતા અને ગઝલો રજૂ કરીને સમગ્ર શ્રોતાગણને કવિઓએ ભાવવિભોર કરી દીધા હતા. ડો. પ્રા. રામભાઈ વારોતરિયાએ આ કાર્યક્રમમાં સંયોજક તરીકેની ભૂમિકા નિભાવી હતી. સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની આભાર વિધિ ડો.નાજાભાઈ કોડીયાતરે કરી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું.