મોરબી : પશ્ચિમ રેલવેએ જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રી મેળા” માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છે:- 1. ટ્રેન નંબર 19119/19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02020 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે. 2. ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.