10 વર્ષથી દુઃખ-દર્દ મટાડવાના ધતિંગ ચાલતા, તાવીજ તથા દોરા આપી પીડિતો પાસેથી રૂ.૧૧૦૦ જેવી રકમ પડાવતોમોરબી : વાંકાનેરના કેરાળામાં દોરા-ધાગા કરતા શખ્સનો જાથાએ પર્દાફાશ કર્યો છે. આ શખ્સ 10 વર્ષથી દુઃખ-દર્દ મટાડવાના ધતિંગ કરતો હતો. ઉપરાંત તાવીજ તથા દોરા આપી પીડિતો પાસેથી રૂ.૧૧૦૦ જેવી રકમ પડાવતો હોવાનું જાથા જણાવી રહ્યું છે. વિજ્ઞાન જન જાથાની યાદી મુજબ વાંકાનેરના કેરાળા ગામમાં ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી ૧૦ વર્ષથી દોરા-ધાગાના ધતિંગ કરતા હતા. જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુળ અમદાવાદનો વતની ફિરોજભાઈ હાલ વાંકાનેરના કેરાળામાં વસવાટ કરી જોવાનું કામ કરતો હતો. ઘરમાં પીરના નામે જોવાની ધતિંગલીલા ચાલતી હતી. ફિરોજભાઈએ જ હવે આ પ્રવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી છે. તેઓ ઓલીયા પીરને જમાડવાના નામે મોટી રકમ પડાવતાનું ખુલ્યું છે. પતિ-પત્નીના ઝઘડામાં ફોટા ઉપર વિધી-વિધાન કરી રૂપિયા પડાવતા હતા. ડાકણ, ચુડેલનો આરોપ મુકી, અંદરો-અંદર ઝઘડો પણ કરાવવામાં આવતો હતો. માનસિક બિમારનો ઉપચાર કરી, ઘરના લોકોના નામ આપી વૈમનસ્ય કરાવાતું હતું. તાવીજ, દોરા આપી રૂા. ૧૧૦૦/- જેવી રકમ પડાવવામાં આવતી હતી. પિડીત વ્યક્તિના મોબાઈલ ઉપર વાત કરી સલાહ-સુચન આપતો ઉપરાંત પિડીત વ્યક્તિને ત્યાં ૧૨ થી ૧૫ વાર રૂબરૂ મુલાકાત કરી મહેમાનગતિ માણતો હતો. વિજ્ઞાન જાથાની ટીમ અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સાથે રાખી પર્દાફાશ કર્યો છે.