મોરબી : અધ્યયન મંડળ મોરબી દ્વારા 32મી (કાર્યશાળા) સેમિનાર તા. 20-2-2025 ને ગુરુવારના રોજ રાત્રે 9:15 કલાકે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ, શનિદેવના મંદિર પાછળ યોજાશે. આ સેમિનારમાં વક્તા વિજયભાઈ રાવલ દ્વારા સંઘ સરિતા બહ રહી હૈ 1925 થી 2025 વિષય પર વક્તવ્ય આપશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને (અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા અધ્યયન મંડળ મોરબી, સંયોજક ડો. જયેશભાઈ પનારા અને સહસંયોજકો વિજયભાઈ રાવલ કમલેશભાઈ અંબાસણા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે. અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનાર થાય છે.