મોરબી : મોરબી તાલુકાના વિરપરડા ગામે આવેલા રાજબાઈ માતાજીના મંદિર ખાતે આગામી તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર આયોજિત રાજબાઈ માતાજીના પ્રાગટ્ય દિવસે રાસ ગરબા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 28 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે ઓરિયા પરિવારના તમામ કલાકાર અને રાજલ સાઉન્ડના સથવારે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 માર્ચ ને શનિવારના રોજ સવારે 8 કલાકે યજ્ઞનું આયોજન કરાયું છે. જ્યારે બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.